મોરબીમાં સામે જોવા બાબતે બાબતે બઘડાટી : બેને ઇજા

- text


6 શખ્સો સામે હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં સામે જોવા જેવી નજીવી બાબતે બઘડાટી બોલી ગઈ હતી.જેમાં બે યુવાનોને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે 6 શખ્સો સામે હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા ગોપાલભાઈ બાબુભાઇ ભરવાડે જાવેદ ઉફે જાવલો ઇસ્માઇલ, શોકતભાઈ ઇસ્માઇલ અને અન્ય ચાર અજાણ્યા ઈસમો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે,તે ગઈકાલે લાયન્સનગરમાં આવેલ ડિલક્સ પાનની દુકાન પાસે હતો તે સમયે આરોપીએ મારી સામે કેમ જોવે છે તેમ કહી માથાકૂટ કરીને માર માર્યો હતો આથી ફરિયાદી યુવાન ઘરે જઈને માધાભાઈને બોલાવીને તેની સાથે ડિલક્સ પાનની દુકાને ગયો હતો અને આ બાબતે માધાભાઈએ સમજાવવાની કોશિશ કરતા આરોપીઓએ તેને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.બાદમાં ફરી આવીને માર માર્યો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવ સંદર્ભે યુવાનની ફરિયાદ પરથી છ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

b divi

- text