મોરબીના નવનિયુક્ત ૪૮ હોમગાર્ડસની તાલીમ પૂર્ણ

- text


તાલીમ આપનાર અધિકારીઓનું હોમગાર્ડસના જવાનોએ સન્માન કરીને આભાર વ્યકત કર્યો

મોરબી : મોરબીમાં ૪૮ હોમગાર્ડસ જવાનોની ભરતી કરવામાં આવી હતી. બાદમાં આ હોમગાર્ડસના જવાનો માટે ૭ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલિક પૂર્ણ થતાં જવાનોએ તાલીમ આપનાર અધિકારીઓનું સન્માન કરીને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીમાં તાજેતરમાં હોમગાર્ડસની ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમાં ૧૭૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ૪૮ ઉમેદવારો પરીક્ષામાં ઉત્તીર્ણ થતા તેઓની પસંદગી કરવામાં આવી હતી. બાદમાં આ હોમગાર્ડસના જવાનોની ૭ દિવસની તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ પરેડમાં જિલ્લા કમાન્ડર એસ.એચ. કંસારા, શહેર કમાન્ડર વી.આર. પરમાર, ક્લાર્ક વી.જે. સુમલભાઈ, એક્શન લીડર એન.પી. અંતાણી, કેડેટ ઓ.એ.ખુરેશી, જે.એમ. પંડયા, એચ.એસ. પરમાર, એ.એસ.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

- text

તાલીમ પૂર્ણ થતાં હોમગાર્ડસના જવાનોએ તાલીમ આપનાર અધિકારીઓનુ સન્માન કરીને તેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સન્માન કાર્યક્રમને સફળ બનાવવા બીપીનકુમાર અને વિજયકુમાર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text