મોરબીમાં લોક અદાલત યોજાઈ : ૫૯૮ કેસ પૈકી ૨૪૨ કેસનો નિકાલ

- text


પ્રિ લિટીગેશન અને પેન્ડિંગ કેસનો નિકાલ કરી કરોડો રૂપિયાના સમાધાન

મોરબી : ગુજરાત સરકારના લીગલ સર્વિસ ઓથોરિટી વિભાગ દ્વારા ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેમાં કુલ ૫૮૮ કેસ મુકાયા હતા જે પૈકી ૨૪૨ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગઈકાલે મોરબી પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. આ લોક અદાલતમાં કુલ ૫૮૮ પ્રિ લિટીગેશન અને પડતર કેસ મુકાયા હતા જે પૈકી ૨૪૨ કેસનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અદાલતમાં બેન્ક અને નાણાંને લગતા જુદા – જુદા કેસમાં એક કરોડથી વધુ રકમની રિકવરી અને વળતર ચૂકવવાના કેસનો નિકાલ પણ કરવામાં આવ્યો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text