મોરબીમાં સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાયા

- text


આ સમહુલગ્નમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી : મોરબીમાં ધકાવાળી મેલડી માતાના મંદિર દ્વારા તાજેતરમાં સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાઈને દામ્પત્ય જીવનની મંગલમય શરૂઆત કરી હતી.

મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન નજીક આવેલા ધકાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા તાજેતરમાં રોકડીયા હનુમાન મંદિર ખાતે સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા,આ તકે દીકરીઓને કરીયાવાર રૂપે સોના ચાંદીના દાગીના સહિત 81 ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.આ સમૂહલગ્નમાં મહંત ભાવેશ્વરીબેન, જગન્નાથ મહારાજ સહિતના સંતો મહંતો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મહાનુભવોએ નવદંપતિઓને કન્યા ભ્રુણ હત્યાના કંલકથી દુર રહેવા તથા દીકરો દીકરી એક સમાન અને આદર્શ દાંપત્ય જીવન જીવવાની શીખ આપી હતી.આ સમૂહલગ્નને સફળ બનાવવા વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, મહેશભાઈ, મુકેશભાઈ આનંડકટ, દિલીપભાઈ સોલંકી, નિલેશભાઈ વ્યાસ, ભાવેશભાઈ મહેતા તથા સહિયર મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text