મોરબી : દુકાનમાં બિયરનો વેપલો કરતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : એલસીબી પોલીસે દુકાનમાં બિયરનો વેપલો કરતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગઈકાલે એલસીબી પોલીસ સ્ટાફ નવલખી રોડ પર પેટ્રોલીગ કરી રહ્યો હતો.ત્યારે બાતમીના આધારે નવલખી રોડ પર અક્ષરધામ પાર્ક પાસે આવેલી દુકાનમાં બિયરનો વેપલો કરતા ધીરજ ઉફે ધીરુ ગોવિદ ચાવડા, જીજ્ઞેશ ઉફે જીગો રોહિત ચાવડા, અજિત ઉફે કાળો ઉફે સરકાર રાણાભાઈ ડાંગરને 20 બિયરના ટીન સાથે ઝડપી લીધા હતા.જયારે આ બિયરના વેપલામાં સંજય ઉફે ભદો જેઠા ડાંગરનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

- text