મોરબીની આલાપ ચોકડી પર આખલા યુદ્ધ

- text


સવારના સાડા સાતથી બે અખલાઓ તોફાને ચડતા વાહન ચાલકો અને રાહદારીઓ ભયભીત

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ ચોકડીએ આજે બે અખલાઓએ ભારે દંગલ મચાવ્યું હતું.આજ સવારના સાડા સાત વાગ્યાથી બેને અખલાઓ એકબીજા સાથે ફાઈટ શરૂ કર્યા બાદ દે ધનાધન આખલાઓનું યુદ્ધ જારી રહેતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મોરબીમાં સઝળતા ઢોરને ડબ્બે પુરવામાં પાલિકા તંત્ર સંદતર નિષફળ નિવડતા આખલા યુદ્ધના બનાવો રોજિંદા બન્યા છે.ત્યારે આજે આખલા યુદ્ધે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ ચોકડી જેવા ભરચકક વિસ્તારને રીતસર બાનમાં લઇને ભારે દંગલ મચાવ્યું હતું.આજ સવારના સાડા સાત વાગ્યાથી આલાપ ચોકડી પાસે રખડતા બે આખલા અચાનક ભૂરાટા થયા હતા અને જોતજોતામાં જ આ બને અખલાઓ આપસમાં ફાઈટ શરૂ કરીને ભારે ધમાંસાણ મચાવ્યું હતું.સવારથી અખલાઓની શરૂ થયેલી ફાઈટ અટકવાનું નામ ન લેતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારોઓ અકસ્માતનું જોખમ ઉભું થયું હતું. આ અખલાઓના જાહેરમાં યુદ્ધથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.રોજિંદા આખલા યુદ્ધના બનાવો બનવાથી લોકોને સલામતી જોખમમાં મુકાતી હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હાલત સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text