મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળો ભરાશે

- text


 

મેળામાં મનોરંજનના સાધનો ઉપલબ્ધ કરાયા : બાવન ગજની ધજા, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન

મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો ભરાશે. શિવરાત્રીના મેળા માટે તમામ મનોરંજનના સાધનો ઉપલબ્ધ કરાયા છે. મહાશિવરાત્રી નિમિતે શોભાયાત્રા તથા મહાપ્રસાદ અને બાવન ગજની ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીથી થોડા અંતરે આવેલા રફાળેશ્વર ગામના પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૪ ના રોજ મહાશિવરાત્રીના પાવન અવસરે શિવરાત્રીના પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ભજનોની રમઝટ જામશે તેમજ સવારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. શિવરાત્રીના મેળા માટે ટોરાટોરા તેમજ ફજેત ફાળકા સહિત 11 રાઈડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

શિવરાત્રીનો મેળો આવતીકાલે સાંજથી શરૂ થઈ જશે અને મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ભગવાન ભોળાનાથના દર્શન કરશે. જ્યારે ગામના અગ્રણી જગાભાઈ પાસિયા દ્વારા શોભાયાત્રા, બાવન ગજની ધજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીના મેળાને સફળ બનાવવા સરપંચ રમેશભાઈ પાસિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text