મોરબીમાં ડીવાઇન લાઈટ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા કાલે રવિવારે મેડિકલ કેમ્પ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક દવાખાનું ખોલવામાં આવશે. જેમાં વિનામુલ્યે નિદાન, સારવાર તેમજ વિવિધ કેમ્પ પણ યોજાશે.

ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે રવિવારે વાવડી રોડ કબીર આશ્રમની આગળ, ખોડિયાર ડેરીની સામે સાર્વજનિક દવાખાનું ખોલવામાં આવશે. જેમાં રાહત દરે દવાઓ અને સારવાર આપવામાં આવશે.જરૂરિયાત લોકોને ફ્રી માં સારવાર તેમજ ટીબી જાગૃતિ તેમજ અન્ય મેડિકલ કેમ્પ કરવામાં આવશે. દવાખાનામાં ડો.દક્ષાબેન રાઠોડ (BAMS) સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા સવારે 9:30 થી 12:30 દરમિયાન ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text