મોરબી : હનીટ્રેપ કેસમાં રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓ જેલહવાલે

- text


 

ટોળકીનો ભોગ બનનારને જાણ કરવા પોલીસનો અનુરોધ, નામ ગુપ્ત રખાશે

મોરબી : મોરબીના હનીટ્રેપ પ્રકરણના આરોપીઓની બે દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે અનુરોધ પણ કર્યો છે કે જે કોઈ આ ટોળકીનો ભોગ બન્યું હોય તેવો પોલીસને જાણ કરે અને પોલીસ દ્વારા ભોગ બનનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

મોરબીના જીકીયારી ગામે રહેતા કાકા, ભત્રીજા અને અન્ય એક વ્યક્તિનો મહિલા સાથેનો બીભત્સ વિડીયો ઉતારી લઈ દોઢ લાખની માંગ કરી ઢોર માર મારતા આખરે આ મામલો એલ.સી.બીમાં પહોંચ્યો હતો.પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ઝીણવટભરી તપાસ ચલાવીને ત્રણેય યુવાનોને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીના એલ.આર.ડી.જવાન દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા, વસંતબેન જગદીશભાઈ ચાવડા, એજજભાઈ હનીફભાઈ કગથરા, મુઝઝફરભાઈ ઇકબાલભાઈ લોલડીયા, મુકેશભાઈ ભગવાનજીભાઈ સીણોજીયાને પોલીસે પકડી પાડ્યા હતા. બાદમાં આ આરોપીઓને બે દિવસની રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા હતા.

- text

રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી આ રીતે લોકોને ફસાવતા હતા. આ ઉપરાંત પોકિસનો ખૌફ બતાવીને તેઓ લોકો પાસેથી પૈસા ખંખેરતા હતા. આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેઓને જેલહવાલે ધકેલી દીધા છે. આ સાથે પોલીસે એવો અનુરોધ પણ કર્યો છે કે જે કોઈ વ્યક્તિ આ ટોળકીનો ભોગ બન્યું હોય તેઓ પોલીસને જાણ કરે. ભોગ બનનારનું નામ પોલીસ દ્વારા ગુપ્ત રાખવામાં આવશે.

- text