મોરબી: હડતાલના આઠમાં દિવસે રોજમદાર સફાઈકર્મીઓની થાળીનાદ સાથે રેલી

- text


રોજમદાર સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ વધુ લંબાતા સફાઈનો ગંભીર બનતો પ્રશ્ન

મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે અને આ હડતાલના આજે 8માં દિવસે રોજમદાર સફાઈ કામદારોએ પોતીની પડતર માગણીઓ સંદર્ભે નગરપાલિકાથી ધારાસભ્યના કાર્યાલય સુધી થાળીવેલણના નાદ સાથે રોષપૂર્ણ રેલી કાઢીને તંત્ર અને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.જોકે છેલ્લા આઠ દિવસથી ચાલતી આ હડતાલને કારણે સફાઈનો પ્રશ્ન વિકટ બન્યો છે.

મોરબી નગરપાલિકામાં સરકારના 11 માસના કરાર આધારિત સફાઈના 220 જેટલા કામદારો કાયમી કરવાની તથા વેતન વધારાની માગ સાથે ગત તા. 18 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ પર ઉતરેલા આ સફાઈ કામદારોની પાલિકા તંત્ર સાથેની વાટાઘાટ નિષ્ફળ જતા આજે આઠમા દિવસે પણ હડતાલ યથાવત રહી છે.છેલ્લા આઠ દિવસથી હડતાલ પર ઉતરીને સફાઈના કામો ઠપ્પ કરી દઈને હડતાલ દરમ્યાન દરરોજ નગરપાલિકા સામે ભારે વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકાર અને તંત્રની ઊંઘ ન ઉડતા આજે બપોરે 200થી વધુ રોજમદાર સફાઈ કામદારોએ પાલિકા કચેરીથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાર્યાલય સુધી થાળીવેલણના નાદ સાથે રેલી કાઢી હતી.

- text

રેલી દરમ્યાન સફાઈ કામદારોએ પાલિકા હાય હાયની નારેબાજી કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.અને પોતાની પડતર માગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.જૉકે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે,આ રોજમદાર સફાઈ કર્મચારીઓની કાયમી કરવાની માગણી સંતોષવા તંત્ર અસમર્થ છે.આ સતા નગરપાલિકા પાસે નથી.તેમ છતાં રોજમદાર કર્મચારીઓ પોતાની માંગને લઈને અડગ છે.ત્યારે સફાઈના પ્રશ્ન પર ગંભીર અસર ન થાય તે માટે મશીનો મૂકીને તેમજ 120 કાયમી કર્મચારીઓ દ્વારા કાયમી રીતે મુખ્યમાર્ગો અને શેરીગલીઓમાં સફાઈ કરવામાં આવી રહી છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text