મોરબી : ફટાકડા ફૂટતા બે બાળકો સહિત ત્રણ દાઝ્યા

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં ગઈકાલે સાંજે ફટાકડા ફૂટતા હોવાથી બે બાળકો સહિત ત્રણ દાઝી જતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, બી ડિવિઝન પોલીસ આ બનાવની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં ગઈકાલે સાંજે ફટાકડા ધૂમ ધડાકાભેર ફૂટી રહ્યા હતા,જેમાં ત્રાજપર વિસ્તારમાં રહેતા શંકર પ્રવિણભાઈ વરણિયા ઉ.વ.15, રામજી સવજીભાઈ સનુરા ઉ.વ.19 તેમજ ગૌતમ નરેન્દ્રભાઈ પચોંટા ઉ.વ.12 ફટકડામાં દાઝી જતા ત્રણેયને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે આ બનાવની જાણ થતાં હોસ્પિટલમાં દોડી ગયા હતા.પરંતુ ત્રણેય ઇજગ્રસ્ત ત્યાંથી પ્રાથમીક સારવાર લઈને નીકળી ગયા હતા.એથી આ બનાવમાં કોને ફટાકડા ફોડ્યા તે સહિતની હકીકતો જાણવા મળી નથી પરંતુ આ અંગે વધુ તપાસ ચાલુ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text