મોરબીની જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં માતૃભાષા દિવસ નિમિત્તે યોજાઇ અંતાક્ષરી સ્પર્ધા

- text


માતૃભાષાનું મહત્વ તેમજ પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં હોવું જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

મોરબી : મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન નજીક આવેલ જી.જે. શેઠ કોમર્સ કોલેજમા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અંતાક્ષરી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.

મોરબીની જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ડો. જે.એલ. ગરમોરાએ માતૃભાષાનું મહત્વ તેમજ પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં હોવું જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અંતાક્ષરી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં ધર્મેન્દ્ર ભાલોડિયા પ્રથમ ક્રમે, રૂપાલી ચાવડા દ્વિતીય ક્રમે અને કરણ પંસારા તૃતીય ક્રમે રહ્યા હતા.

- text

આ સાથે માતૃભાષા દિવસ નિમિતે ગુજરાતી ભાષાનું ગૌરવ, લુપ્ત થતી ભાષાઓને ટકાવી રાખવા માટે આપણું યોગદાન સહિતના મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે જી.જે શેઠ કોમર્સ કોલેજમાં અગાઉ અગાઉ વિવિધ કોલેજો માટે અંગ્રેજી ભાષા શબ્દ ભંડોળ, યોગ પ્રશિક્ષણ સેમિનાર સહિતના વિવિધ કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text