કુંતાસી ગામના છાત્રની પ્રામાણિકતા : બસમાંથી મળેલો મોબાઈલ મૂળ માલિકને સોંપ્યો

- text


મોરબી : મોરબીથી કુંતાસી જતી બસમાં કુંતાસી ગામના એક વિદ્યાર્થીને રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઈલ મળ્યો હતો. ત્યારે આ વિદ્યાર્થીએ ઈમાનદારી દાખવીને આ મોબાઈલ મૂળ માલિકનો સંપર્ક કરીને તેને સોંપી દીધો હતો.

ગત તા. ૧૧ ના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં મોરબીથી કુંતાસી તરફ જતી એસ. ટી. બસમાં કુંતાસી ગામના વિદ્યાર્થી અર્જુન માંડલીયા મુસાફરી રહ્યા હતા. તે દરમ્યાન બસની સીટ નીચેથી તેઓને રૂ. ૧૦ હજારની કિંમતનો સેમસંગનો મોબાઈલ ફોન મળ્યો હતો. આ મોબાઈલ મળ્યાને બે દિવસ બાદ મોબાઈલના મૂળ મલિક રાજદીપસિંહ જાડેજાનો કોન્ટેક્ટ થતા મોબાઈલ ફોન તેઓને સુપ્રત કરી પ્રામાણિકતા દર્શાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text