મોરબીમાં વેલેન્ટાઈન ડેની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃપિતૃ દિવસ તરીકે ઉજવણી

- text


શાળાના વિદ્યાર્થીઓએ યોગ વેદાંત સમિતિની બહેનોનું માતાની જેમ પૂજન કરીને પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબી : વેલેન્ટાઈન ડેની પશ્ચિમી સભ્ય સંસ્કૃતિ અનુસાર જ ઉજવણી થાય છે ત્યારે ભારતમાં ભારતીય સંસ્કૃતિ જીવંત રહે તે માટે મોરબીની એક શાળાએ વેલેન્ટાઈન ડેની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃપિતૃ દિવસ તરીકે ઉજવણી કરી હતી અને શાળાના વિદ્યાર્થીઓએ યોગ વેદાંત સમિતિની બહેનોનું માતા તરીકે પૂજન કરીને પ્રેરણાદાયી પહેમ કરી છે.

મોરબીના શક્ત શનાળા પ્લોટ શાળા દ્વારા આજે વેલેન્ટાઈન ડેની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃપિતૃ દિવસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે યોગ વેદાંત સમિતિના બહેનોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ બહેનોનું શાળાના આચાર્ય મહેશભાઈ રામાવતે ભાવભીનું સ્વાગત કર્યું હતું . આ બહેનના હસ્તે જ આ કાર્યક્રમનું દીપ પ્રગાટીય કરવામાં આવ્યું હતું બાદમાં યોગ વેદાંત સમિતિના બહેનોનું શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ મુજબ પૂજનવિધિ કરીને આ બહેતાની માતાની જેમ ભાવવંદના કરી હતી.આ અંગે શાળા પરિવારે જણાવ્યું હતું કે, વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓ માટે જ અભીવ્યક્તિનું પર્વ નથી.પ્રેમતો સર્વવ્યાપી છે.પુત્રપુત્રી પણ માતાપિતા પ્રત્યે લાગણી દર્શાવીને તેમનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરે તેજ ભારતીય સંસ્કૃતિની પ્રણાલી છે. આથી અમે સમાજમાં યોગદાન આપતા લોકોના વિધાર્થીઓના હસ્તે પૂજન કરાવીને વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અસ્મિતા જળવાય તેવો હકારાત્મક પ્રયાસ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text