મોરબી : વૃદ્ધાશ્રમના ૯૦ વર્ષના વડીલની પંચમુખી ટ્રસ્ટ દ્વારા અંતિમવિધિ કરાઈ

- text


મોરબી : રૂપિયા પાછળની આંધળી દોટ અને વૃદ્ધ માં-બાપને સાચવવાની કહેવાતી પળોજણથી બચવા માટે ઘણા સંતાનો મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આના કારણે બે પેઢીનું અંતર એટલી હદે વધી જતું હોય છે કે વૃદ્ધાશ્રમમાં રહેલા જન્મદાતાની અંતિમવિધિ કરવા માટેની ફરજ પણ ઘણા સંતાનો ચુકી જાય છે. આવા જ એક બનાવમાં
મોરબીના સામાકાંઠે આવેલા વૃદ્ધઆશ્રમમાં આશરે ૯૦ વર્ષના એક વડીલનું અવસાન થતાં પંચમુખી ટ્રસ્ટના દીકરા સમાન હોદ્દેદારોએ વડીલની અંતિમવિધિ કરાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text