વાંકાનેરમાં એકસાથે ચાર બોગસ ડોક્ટરો ઝડપાયા

- text


ખાનગી દવાખાના ઉભા કરીને ડીગ્રી વગર પ્રેક્ટિસ કરીને દર્દીના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબો સામે એસઓજીની આકરી કાર્યવાહી

વાંકાનેર: વાંકાનેરમાં ડીગ્રી વગર ખાનગી દવાખાના શરૂ કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા ચાર બોગસ તબીબોને મોરબી એસઓજીની ટીમે પકડી પાડ્યા છે. પોલીસે આ ચારેય બોગસ તબીબો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજીએ વાંકાનેરમા દરોડા પાડીને બાલાજી હોસ્પિટલમાં તપાસ કરતા આરોપી સુરેન્દ્રકુમાર નકલી સર્ટિફિકેટ, દસ્તાવેજો તથા અલોપેથી દવાઓ સાથે કુલ 24904 રૂપિયા, ક્રિષ્ના ક્લીનીકમાં તપાસ કરતા આરોપી ભદ્રેશ કોઈ પણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના 20649ની એલોપથી દવાના જથ્થા સાથે, ૐ નામના દવાખાનામાં આરોપી હિતેષભાઇ સર્ટિફિકેટ વિના કે ડિગ્રી વિના 4634ની દવાઓ અને સાધનો સાથે, અને ૐ નામના દવાખાનામાં જ આરોપી પ્રદીપ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના એલોપથી દવા અને સાધનો મળીને કુલ 9603 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

ડિગ્રી ન હોવા છતાં દર્દીઓંને સારવાર આપી, મેડિકલ પ્રેકટીસ કરી માનવ જિંદગીઓ સાથે ચેડા કરવા બદલ અને એલોપથી દવાઓ તથા સાધનો મળીને કુલ 59790 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા મેડિકલ પ્રેકટીશનર એક્ટ 1963 કલમ 30,33, ગુજરાત મેડિકલ કાઉન્સીલ એક્ટ 1967ની કલમ 29, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956ની કલમ 15(3) ઈ.પી. કો. કલમ 336, 465, 468, 471 મુજબ કાર્યવાહી કરીને અલગ અલગ ગુણ રજીસ્ટર કરવામાં આવ્યા છે.

- text

આ કામગીરીમાં એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર જે. એમ. આલ, મોરબી એસ. ઓ. જી. સ્ટાફ, એ. એસ. આઈ. અનિલભાઈ ભટ્ટ, પો. હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા તથા કિશોરભાઈ મકવાણા અને પ્રવિણસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, ઈશ્વરભાઈ કલોતતરા, મયૂરઘ્વજસિંહ જાડેજા, પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા અને ભરતસિંહ ડાભી તથા ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા વિજયભાઈ ખીમાણીયા અને વુમન પોલીસ કોન્સ. પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text