મોરબીના બેલા ગામ નજીક નાલામાં રીક્ષા ખાબકી : તમામનો બચાવ

- text


નાલા પાસે સલામતીની આડશ ન હોવાથી વારંવાર સર્જાતા અકસ્માતો

મોરબી : મોરબીના બેલા ગામ નજીક આવેલા નાલામાં આજે એક પેસેન્જર રીક્ષા ખાબકી હતી.જો કે સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં જાનહાની થઈ નથી.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે મોરબી તરફથી આવી રહેલી એક પેસેન્જર રીક્ષાના ચાલકે સ્ટીયરીગ પરથી કસબુ ગુમાવતા બેલા ગામ નજીક આ રીક્ષા નાલામાં ખાબકી હતી.આ રિક્ષામાં ચાલક સહિત ત પેસેન્જરો બેઠા હતા અને રીક્ષા નાલામાં પેસેન્જર સહિત ખાબકી હતી અને પેસેન્જરો ને નેની મોટી ઇજા થઇ હતી, સદનસીબે મોટી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નાલા પાસે કોઈ સલામતીની આડશ મુકવામાં આવી નથી.નાલા પાસે રોડનું સીધું જ લેવલ હોવાથી અવાર નવાર અકસ્માતો બને છે.રાત્રીના સમયે અકસ્માતનો ખતરો વધી જાય છે.તેથી જોખમી બનેલા આ નાલાના પાસે જવાબદાર તંત્ર સલામતીની દીવાલ બનાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text