મોરબીમાં યુવાનની હત્યા કરનાર મિત્ર ઝડપાયો

- text


એલસીબીએ ગણતરીની કલાકોમાંજ આરોપીને છરી સાથે ઝડપી લીધો

મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવાના બનાવમાં એલસીબીએ ગણતરીની કલાકોમાં જ હત્યારા મિત્રને છરી સાથે ઝડપી લીધો હતો. હતી. મૃતક અને અરોપી બન્ને સાથે દારૂ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું પોલીસે જણાવીને આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી મોચીશેરીમાં રહેતા નિલેશ ઉર્ફે લિબડ ધનજીભાઈ રાઠોડ ઉ.વ.22 નામના યુવાનની ગઈકાલે સવારે મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસની ગહન તપાસમાં મૃતક નિલેશનો હત્યારો તેનો જ મિત્ર મયુર ઉર્ફે મયલો ભરવાડ રહે વિશિપરા મેઈન રોડ વાળો હોવાનું ખુલ્યું હતું. મૃતક નિલેશ અને મયલો ભરવાડ મિત્રો હતા. બન્ને મિત્રો કઈ કામધંધો કરતા નથી અને સાથે જ દારૂ પીવાની ટેવવાળા છે. કોઈની પાસે પૈસા માંગી તેનો દારૂ પી જઈને વિશિપરામાં આવેલા કોમ્યુનિટી હોલ પાસે પડ્યા પાથર્યા રહેતા હતા.જોકે બને મિત્રો અગાઉ ચોરીના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચુક્યા છે.મૃતક એ ડિવિઝનમાં અને અરોપી બી ફિવીજનમાં ચોરીના ગુનામાં આગાઉ પકડાયો હતો.આ બને મિત્રો વચ્ચે દારૂ પીવામાં અનેક વખત ઝઘડાઓ થતા રહેતા હતા.બન્ને સવારના 6 વાગ્યાની આસપાસ બનાવવાળી જગ્યાએ સાથે જ હતા અને દારૂ પીવા કે અન્ય કોઈ બાબતે ડખ્ખો થયા બાદ નિલેશનો મયલા ભરવાડે છ જેટલા છરીના ધા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું છે. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે એલસીબી બી ડિવિઝન પોલીસે અરોપી મયલા ભરવાડને ગણતરીના કલાકોમાં વિશિપરા વિસ્તારમાંથી છરી સાથે ઝડપી લીધો હતો.અને આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text