મોરબી : કોર્ટના કમ્પાઉન્ડમાં આડેધડ પાર્ક થયેલા બાઇકો પર તવાઈ

- text


કોર્ટના કમ્પાઉન્ડમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો થતા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી : સાત બાઇકો ઝપટે ચડ્યા

મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલા કોર્ટના કમ્પાઉન્ડમાં ટ્રાફિકના નિયમોનો સરાજાહેર ઉલાળીયો કરાતા ટ્રાફિક પોલીસે આજે કડક કાર્યવાહી કરી હતી અને કોર્ટ કમ્પાઉન્ડમાં આડેધડ પાર્ક થયેલા વકીલો સહિતના 7 બાઇકો ટોઈગ કરીને કોર્ટ કમ્પાઉન્ડમાં તમામને ટ્રાફિકના નિયમોના પાલન કરવાની ધાક બેસાડી હતી.

- text

મોરબીના સામાકાંઠે આવેલા કોર્ટે કમ્પાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરીને આડેધડ વાહનો પાર્ક કરવાની પેચિદી સમસ્યા છે.જોકે કોર્ટ.કમ્પાઉન્ડમાં અલાયદી પાર્કિગ સુવિધા હોવા છતાં વકીલો સહિતના લોકો નિયમોની એસીતેસી કરીને કોર્ટના દરવાજા પાસે મનફાવે તેમ વાહનો પાર્ક કરે છે.જેથી કોર્ટમાં અવરજવર કરવામા લોકોને ભારે મુશ્કેલી પડે છે.જોકે જ્યાં ન્યાયનું પાલન થાય છે.તેવા કોર્ટે પરીસરમાં કાયદાની એસીતેસી થતી હોવાની ફરિયાદ ઉઠતા મોરબી ટ્રાફિકની વાહન ટોઈગ શાખાએ ત્યાં કડક કાર્યવાહી કરી હતી.જેમાં કોર્ટ કમ્પાઉન્ડમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે પાર્ક કરેલા સાત જેટલા બાઇકો ટોઈગ કર્યા હતા
આ ટોઈગ કરાયેલા બાઇકમાં કેટલાક વકીલોના બાઇકો પણ ઝપટે ચડી ગયા હતા. વાહન ટોઈગ શાખાએ કોઈની શેહ શરમ રાખ્યા વગર આ કડક કાર્યવાહી કરી હતી.

 

- text