ચીનનો કૃષિ પ્રવાસ : કૃષિ બિઝનેસ વધારવાની ઉત્તમ તક

- text


મોરબી : ઇન-ઓરબીટ ટુર્સ દ્વારા એગ્રીસાયન્સ નેટવર્કના સહયોગ સાથે આગામી તા.3થી 7 માર્ચ દરમિયાન ચીનના કૃષિલક્ષી પ્રવાસનું આયોજન થયુ છે. પાંચ દિવસના આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ ચીનના શાંઘાઇમાં યોજાનાર આંતરાષ્ટ્રીય કૃષિ એક્ઝિબિશન ‘ચાઇના એગ્રોકેમિકલ્સ 2019’ રહેશે. આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં એગ્રો કેમિકલ્સ, ફર્ટીલાઇઝ, સીડ્સ અને ઇરિગેશન ક્ષેત્રની ચીન તેમજ વિશ્વભરની કંપનીઓ ભાગ લઇ રહી છે. આપ આ ક્ષેત્રનો બિઝનેસ કરતા હો અથવા એવો બિઝનેસ કરવાની ઇચ્છા હોય તો આ પ્રવાસ આપના માટે એક તક સમાન સાબિત થઇ શકે છે.

- text

આ ઉપરાંત ચીનના પ્રવાસ દરમિયાન શાંઘાઇમાં આવેલ 94 માળના વર્લ્ડ ફાઇનાન્સિયલ ટાવર તેમજ પર્લ ફેક્ટરીની મુલાકાત પણ છે. પાંચ દિવસના આ પ્રવાસનો કુલ ખર્ચ રૂ.80,000 છે. જેમાં વિમાનભાડુ, 4 સ્ટાર હોટલમાં રહેવાનું, ભારતીય ભોજન સહિતની લગભગ તમામ સુવિધાઓ સામેલ છે. આપ આ પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છતા હો તો મો. 9825084127 ઉપર સંપર્ક કરી શકો છો.

 

- text