મોરબી જિલ્લાના દિવ્યાંગો અને સિનિયર સીટીઝનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

- text


આગામી ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૯ સુધી અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના દિવ્યાંગો માટે વોલીબોલ સ્પર્ધા તેમજ સિનિયર સીટીઝનો માટે વિવિધ સ્પર્ધાઓનું આગામી ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ આગામી તા. ૯ ફેબ્રુઆરી સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના , કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી મોરબી દ્રારા સંચાલીત મોરબી જિલ્લામાં વસવાટ કરતા વિકલાંગ (દિવ્યાંગ) ખેલાડીઓની વોલીબોલ સ્પર્ધા તથા સિનિયર સીટીઝન ખેલાડીઓ માટેની એથ્લેટિકસ, વોલીબોલ, ચેસ, યોગાસન, ક્રિકેટ, રસ્સાખેચ અને કેરમ સ્પર્ધાઓ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ નામ, સરનામુ, મો. નંબર, જન્મ તારીખ, રમતનું નામ વગેરે સાદા પેપરમાં લખી અરજી તા. ૯ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા દ્રારા જણાવવામાં આવેલ છે.

- text

વિકલાંગ ખેલાડીઓએ વિકલાંગતા ધરાવતાનું પ્રમાણપત્ર તેમજ સિનિયર સીટીઝનઓએ જન્મતારીખનો પુરાવો રજુ કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text