મોરબી કોરલ – કૅપશન ગ્રુપના લોકર ખુલ્યા : એક કિલો સોનુ નીકળ્યું

- text


૩૦ લોકર પૈકી ૮ લોકરમાંથી એક કિલો સોનુ નીકળતા ચકચાર

મોરબી : મોરબીના જાણીતા કેપ્શન અને કોરલ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડી કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતાં. આ દરોડામાં ઇન્કમટેકસે બન્ને ગ્રુપના ૩૦ જેટલા લોકરો સીઝ કર્યા હતાં. જે પૈકી ઇન્કમટેક્સ વિભાગે ૮ લોકરો ખોલી એક કિલો સોનું સીઝ કર્યું હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ડિસેમ્બરમાં મોરબી સિરામિક ઉદ્યોગના જાણીતા કેપ્શન અને કોરલ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે તવાઇ ઉતારી ૫ કરોડ રોકડ જપ્ત કરી ૩૦ જેટલા લોકરો ઇન્કમટેકસે સીઝ કર્યા હતાં. આ ઉપરાંત જંગી રકમના રોકડ વ્યવહારો સાથેનો ડેટા પણ આવકવેરા વિભાગ જપ્ત કર્યો હતો.

- text

મોરબીના નામી કેપ્શન અને કોરલ ગ્રુપમાં સતત ચાર દિવસથી વધુ તપાસ ચાલી હતી જેમાં ખુદ વિંગ કમિશનર મહાજન પણ જોડાયા હતાં. આ એકમોને સંલગ્ન ૩૮ જેટલા સ્થળો પર તપાસ ચાલી હતી. તપાસ બાદ ૧૨૫ કરોડના બિન હિસાબી વ્યવહારો ખુલ્યા હતાં જેમાં ૩૦ બેન્ક લોકરો પૈકી તાજેતરમાં ઇન્કમટેકસે ૮ લોકરોને ખોલ્યા હતાં જેમાંથી એક કિલો સોનુ સહિત અન્ય દસ્તાવેજો કબજે કર્યા છે. જો કે, હજુ ૨૨ લોકરો ખોલવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરશે. આ દરમિયાન ૧૨૫ કરોડના કબજે કરેલા બીન હિસાબી વ્યવહારોનું સાહિત્ય અને ડેટાના તપાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text