મોરબીના સીરામીક ઉદ્યોગપતિને ફોન પર ધમકી આપનાર શખ્સ ઝડપાયો

- text


મોરબી: મોરબીના સીરામીક ઉદ્યોગપતિને એક શખ્સે જાનથી મારી નાખવાની ફોન પર ધમકી આપી હતી. આ મામલે નોંધાયેલી ફરિયાદના પગલે તાલુકા પોલીસે ધમકી આપનાર શખ્સને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પરની ગૌતમ સોસાયટીમાં રહેતા જયેશ વનજીભાઈ પાડલીયા નામના ફેકટરી માલિકે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હકા પ્રભાત આહીર રહે. નાગડાવાસ વાળાએ ટીંબડી પાટિયા પાસેના કેરેમીયા સિરામિક ફેકટરીમાં પાણીના ટાંકા ઠાલવવા બાબતે ઝઘડો કરી ફરિયાદીના મોબાઈલ પર ફોન કરીને એકલો નીકળીશ એટલે જાનથી મારી નાખીશ કહી ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જે ફરિયાદને પગલે તપાસ ચલાવતા તાલુકા પોલીસના મુકેશભાઈ ચાવડા અને જશપાલસિહ જાડેજાએ આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી દારૂના નશામાં હોય જેથી પ્રોહીબીશનનો અલગ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text