મોરબી એસઓજીમાં હંગામી પીઆઇ નિમાયા

- text


મોરબી : મોરબી એસઓજી પીઆઇ તરીકે કચ્છથી બદલી પામી મોરબી આવેલા જે.એમ.આલની હંગામી ધોરણે નિયુક્તિ કરવામાં આવી છે.

મોરબી જિલ્લો બન્યા બાદ પોલીસબેડામાં અધિકારીઓની ખોટ સાલી રહી છે જેમાં એક અધિકારીને એકથી વધુ ચાર્જ આપવામાં આવેછે ત્યારે અગાઉ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને ત્યારબાદ કચ્છ જિલ્લામાંથી બદલી પામી મોરબી હાજર થયેલાં પી.આઈ. જે.એમ.આલને એસઓજી પીઆઈ તરીકે હંગામી ધોરણે મુકવામાં આવ્યા છે.

આ અગાઉ એસઓજી પીઆઈ તરીકે એસ.એન.સાટીની નિયુક્તિ કરવામાં આવી હતી પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત રહેતાં આ ચાર્જ મોરબી એલસીબીના પીઆઈ આર.ટી.વ્યાસ પાસે હતો જેમાં આજથી પીઆઈ જે.એમ.આલ ને જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા હંગામી ધોરણે નિયુક્ત કરતા પીઆઈ જે.એમ.આલ દ્વારા વિધિવત ચાર્જ સાંભળી લીધો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text