ટંકારામા કચરો ભરવાની રેકડીમાં શીંગડુ ફસાઈ જતા આખલાના ધમપછાડા

- text


અંતે સેવાભાવી યુવાનોએ રેકડીમાંથી શીંગડુ કાઢીને આખલાને મુક્ત કરાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

ટંકારા : ટંકારાના ચાંદની ચોકમાં આખલાનુ શીંગડુ કચરો ભરવાની રેકડીમાં ફસાઈ જતા અફડાતફડી મચી જવા પામી હતી. આખલાએ રેકડીને શીંગડા વડે ઉંચકીને ધમપછાડા શરૂ કરતાં સ્થાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ સેવાભાવી યુવાનોએ જોખમ ખેડીને આ આખલાનું શીંગડું રેકડીમાંથી કાઢીને તેને મુક્ત કરાવ્યો હતો.

ટંકારામા રેઢીયાળ ઢોર શહેરના મુખ્ય માર્ગો પર અડિંગો જમાવીને ફરતા હોય છે અને પેટનો ખાડો પુરવા જ્યા ત્યાં પડેલો કચરો આરોગતા હોય છે ત્યારે ટંકારાના દેરાસર રોડ ઉપર આજે સાંજે એક આખલો પોતાના પેટની જઠરાગ્નિ ઠારવા માટે પંચાયત દ્વારા લાગેલ કચરા પેટીમાથી એઠવાડ ખાવા મોઢુ ભરાવતા કચરો ભરવાની રેકડીમા શીંગડું ભરાઈ ગયું હતું અને જોત જોતામા રેકડીને ઢસડી રોડ પર આવેલા આખલાએ રીતસરની અફડાતફડી મચાવી હતી અને રાહદારીઓમા ભયનુ લખલખું વ્યાપી ગયુ હતું.

- text

આ બનાવ જ્યા બન્યો તેની નજીક ફોર વ્હીલર પડી હતી પરંતુ આ ધટનાની ગંભીરતા પારખી અહીના નિલેશ જૈન અને ધેટીયાવાસના યુવાનો દોડી આવ્યા હતા અને આખલો કોઈ જાનહાનિ સર્જે તે પહેલા તેને મુક્ત કરાવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text