મોરબીમાં પીધેલી હાલતમાં ટેન્કરચાલક સહિત ૫ પકડાયા : દેશી દારૂના જથ્થા સાથે ૪ ઝબ્બે

- text


વાકાનેરમાંથી બે અને ટંકારામાંથી એક પીધેલી હાલતમાં ઝડપાયા

મોરબી : મોરબીમાં પીધેલી હાલતમાં ટેન્કરચાલક સહિત પાંચ તેમજ દેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે ટંકારા પોલીસે એક તેમજ વાંકાનેર પોલીસે બે શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળી ગામેથી ટેન્કરચાલક સુરાજી નરેન્દ્રસિંહ જાડેજા, લીલાપર રોડ પરથી રસીકભાઇ દેવાભાઇ ચારોલીયા, લાતી પ્લોટમાંથી સુરેશભાઇ ચુનિભાઇ ચૌહાણ, ત્રાજપર ચોકડી નજીકથી દીપકભાઇ ગોવિંદભાઇ કુવરીયા, ગેંડા સર્કલ પાસેથી સુનીલભાઇ મનુભાઇ ચૌહાણને પોલીસે પીધેલી હાલતમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે નજરબાગ પાસેથી દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ, માળિયા હાઇવે પરથી પ્રેમીલાબેન જુસબભાઇ મોવર, રંગપર ગામેથી રમેશભાઇ ચમનભાઇ ઠાકોર અને મકનસર ગામેથી મીનાબેન ખીમજીભાઇ કેશુભાઇને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ સાથે વાંકાનેર પોલીસે જીનપરામાંથી જીતેન્દ્રભાઇ વાલજીભાઇ દંતેસરીયા, અનિલભાઇ ધીરૂભાઇ વિંજવાડીયા અને ટંકારા પોલીસે જયદીપસિંહ ઉર્ફે જયરાજસિંહ લખુભા જાડેજાને પીધેલી હાલતમાં પકડ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text