મોરબીથી પોણા બે વર્ષ પૂર્વે ગુમ થયેલ સગીરા હેમખેમ મળી !

- text


મમ્મી માર મારતી હોય ઘર છોડયુ હોવાની કબૂલાત : પોલીસે માતાપિતા સાથે કરાવ્યું મિલન

મોરબી : મોરબીમાંથી પોણા બે વર્ષ પૂર્વે લાપતા થયેલી સગીરા વાંકાનેર હાઇવે ઉપરથી હેમખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે, જો કે સગીરા મોરબી નજીકના વાવડી ગામે જ આટલો સમય રહી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા ૦૩/૦૪/૨૦૧૭ના રોજ મોરબીમાંથી સગીરા કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હતી જેને શોધવા છતાં
છેલ્લા પોણા બે વર્ષથી મળી આવેલ ન હતી આ કેસની વધુ તપાસ હ્યુમન ટ્રાફીકીંગ યુનિટના પો.ઇન્સ. એચ.એન.રાઠોડ કરતા હોય દરમ્યાન
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પો. કોન્સ.ફતેહસિંહ ધીરૂભા પરમારને ખાનગી રાહે હકિકત મળેલ કે, આ કામની ભોગ બનનાર સગીરા વાંકાનેર પાસે હાઇવે રોડ ઉપર સી.એન.જી પેટ્રોલ પમ્પ પાસે ઉભેલ છે.

જેને પગલે પોલીસે ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા ભોગ બનનાર મળી આવતા તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા પોતાને પોતાની મમ્મી મારમારતી હોય જેથી ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ અને ટ્રેનમાં બેસી વાંકાનેર થી થાન અને થાનથી હરીપર કેરાળા, ત્યાથી છેલ્લા પાંચેક માસથી મોરબી વાવડી ગામે ગાંડુગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી, ઉ.વ.૪૬ વાળા સાથે રહેતી હોવાનું જણાવેલ અને પોતાના મમ્મી માર મારતા હોવાના કારણે સાચુ નામ સરનામુ કોઈને જણાવતી ન હોય તેમજ પોતાની સાથે કોઇ દુષ્કર્મ થયેલ ન હોવાની હકીકત જણાવેલ હતી.

- text

ચોકવનારી હકીકત બાદ પોલીસે ભોગ બનનારના માતા પિતાને બોલાવી આ કામના ભોગ બનનાર પોતાના માતા પિતા સાથે રાજીખુશીથી જવા માંગતી હોય જેથી તેમના માતા પિતાને સોંપી આપેલ હતો.

આ કેસની આગળની તપાસ હ્યુમન ટ્રાફીકીંગ યુનિટના પો.ઇન્સ. એચ.એન.ચાવડા ચલાવી રહ્યા છે. સગીરાને શોધી કાઢવામાં પો.હેડ કોન્સ.
મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, પો.કોન્સ. ફતેહસિંહ ધીરૂભા પરમાર, પો.કોન્સ. વિજયભાઇ પરબતભાઇ ચાવડા, પો.કોન્સ. દિપસિંહ કાનભા ચૌહાણ તથા મહિલા પો.કોન્સ. રીટાબા ઘનશ્યામસિહ ઝાલા સહિતનાઓએ કામગીરી કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text