રાજપર ગામે સમુહલગ્નમાં દિવ્યાંગે સ્વયં સેવક બની સેવા આપી

- text


દિવ્યાંગ યુવાને હોંશભેર પાર્કિંગની વ્યવસ્થા સંભાળી સૌ કોઈને પ્રેરણા પુરી પાડી

મોરબી : મોરબીના રાજપર ગામે આજે સમૂહલગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં અનેક યુવાનોએ સેવા આપી હતી. ત્યારે એક દિવ્યાંગ યુવાને પણ પાર્કિંગની વ્યવસ્થા ખડેપગે રહી સંભાળીને સૌ કોઈને પ્રેરણા પુરી પાડી હતી.

- text

રાજપર મુકામે આજરોજ પટેલ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવનગર ગામના ૬૦ થી પણ વધુ વ્યક્તિઓએ પાર્કિંગ વિભાગની સેવા આપી હતી. શિવનગર ગામના જયેશભાઈ અરજણભાઈ કાનાણી પોતે પગે વિકલાંગ હોવા છતાં ખડેપગે રહીને પાર્કિંગ વિભાગની સેવા આપી હતી. આમ દિવ્યાંગ વ્યક્તિએ “મન હોય તો માળવે જવાય” ની કહેવત યથાર્થ કરી બતાવી હતી.

- text