મોરબી પાવલીનો પી રૂપિયાનો રૂઆબ કરતા નવ શરાબી પકડાયા

- text


દારૂનો નશો કરી સ્કોડા કાર, ટ્રક અને મોટર સાયકલ લઈને નીકળેલા છાકટા પોલીસની ઝપટે ચડયા

મોરબી : મોરબી શહેરમાં દારૂ પી વાહન ચલાવી નીકળેલા સ્કોડા કારના માલિક, ટ્રક ચાલક, મોટર સાયકલ ચાલક તેમજ ડમડમ હાલતમાં રોડ ઉપર ઝૂમ બરાબર ઝૂમ થઈ પાવલીનો દારૂ પી રૂપિયાનો નશો કરનાર નવ શખ્સોને ઝડપી લઈ પોલીસે પદાર્થ પાઠ ભણાવ્યો હતો

ગઈકાલે મોરબી પોલીસે દારૂડિયાઓને ઝડપી લેવા હાથ ધરેલી કાર્યવાહીમાં નીચે મુજબના શખસો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

(૧) નિતીનકુમાર જેઠાભાઇ બાવરવા, ઉ.વ ૩૯ ધંધો- વરેણીરાજ ટ્રાવેલ્સ રહે. મોરબી શ્રીજી સોસાયટી, ઉમીયા સર્કલા પાસે રોડ ઉપર પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણુ પીધેલ હાલતમાં સ્કોડા કાર સાથે નીકળતા પોલીસે ઝડપી લીધેલ હતો.

(૨) બાવનભાઇ માધાભાઇ સાલાણી, ઉ.વ.૩૨ રહે નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કુલની પાસે વાળો લગધીરપુર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલત મા પોતાના હવાલા વાળુ ટ્રક ટેંકર ચલાવી નીકળતા મળી આવતા પોલીસે ઝડપી લીધેલ હતો.

(૩) ઇમરાનભાઇ અબ્દુલભાઇ સેમ્પોરા, ઉવ.૨૮ રહે ટંકારા સરદાર નગર ટંકારા વાળો ગેંડા સર્કલ નજીક કારમાં કેફી પીણું પીધેલી હાલતમા નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.

(૪) નવઘણભાઇ ભગુભાઇ લાકડીયા, ઉ.વ.૩૦ રહે ઇન્દીરાનગર ખોડીયારમા ના મંદીર પાસે મોરબીવાળો ગેંડા સર્કલ પાસે કેફીપીણું પી સર્પાકારે મોટર સાયકલ ચલાવી નિકળતા પોલીસે પકડી લીધો હતો.

- text

(૫) અશોક ધનારામ બારૂપાલ, ઉવ-૩ર ધંધો લોડર ડ્રાઇવીંગ રહેવાશી હાલે ટીંબડી પાટીયા સત્યમ કાંટા પાછળ મહેન્દ્રભાઇ મારવાડીના મકાનમાં તા.જી.મોરબી મૂળ ગામ મુકુંન્દપરા (દેવલી)બસ સ્ટેન્ડ સામે તાલુકો મારવાડ જીલ્લો પાલી રાજસ્થાનવાળો દારૂ પી મોટર સાયકલ લઈ નીકળતા પોલીસે રવિરાજ ચોકડી નજીકથી પકડી લીધો હતો.

(૬) દીપકભાઇ વશરામભાઇ શનારીયા, ઉ. ૨૫, ધંધો.મજુરી, રહે. શકત શનાળા શક્તી પ્લોટ સાઇબાબા ના મંદીર વાળી શેરી મોરબી તા.જી.મોરબી વાળો ભક્તિનગર સર્કલ વિરાટ હોટલ પાસે છાકટો બની બકવાસ કરતા પોલીસે પકડી લીધો હતો.

(૭) અશોકભાઇ લખમણભાઇ પરમાર, ઉ.વ.27 રહે મોરબી ૨ કુબેર ધારપર મુળ રહે ઝાઝસર, તા.માળીયા મીયાણા, જી. મોરબી વાળો લગધીરપુર રોડ ઉપર જાહેરમાં છાકટો બની બકવાસ કરતા પકડાયો હતો.

(૮) મનીશભાઇ કાંતીલાલ દોશી, ઉ.વ. 44 રહે હરીઓમ પાર્ક વિદ્યુતનગર પાછળ, મોરબી વાળાને પોલીસે વેજીટેબલ રોડ ઉપરથી દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.

(૯) ભરતભાઇ સોમાભાઇ સનુરા, ઉ.વ. 38 રહે ત્રાજપર ખારિ અમરીસ કારખાના પાસે મોરબીવાળાને ગેંડા સર્કલ નજીકથી જાહેરમાં છાકટો બની બકવાસ કરતા ઝડપી લીધો હતો.

- text