મોરબી : ભાગવત કથામાં રૂક્ષમણી વિવાહ પ્રસંગમાં અયોજકના પુત્રના લગ્ન કરાશે

- text


22મીએ ગૌશાળા લાભાર્થે યોજાનાર જીગ્નેશદાદાની ભાગવત કથાની ચાલતી તડામાર તૈયારી : 26 વિધામાં કથાનું આયોજન : 17 વિધા જમીનમાં પાર્કિગની વ્યવસ્થા: 8 હજાર લોકો કથા સાંભળી શકે તે માટે વિશાળ શામીયાંણો નખાયો

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમા બંગલોઝ ખાતે તા.22 થી 28 જાન્યુઆરી સુધી ભીમણી પરિવાર દ્વારા ગોશાળાના લાભાર્થે જીજ્ઞેશદાદાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથામાં આવતા રૂક્ષમણી વિવાહના પ્રસંગમાં અયોજકના પુત્રના લગ્ન કરવાનું નક્કી કરાયું છે. આયોજકો દ્વારા ભાગવત કથાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ ભાગવત કથાના આયોજન અને મીડિયા સાથે વાતચીતમાં આયોજકો અશોકભાઈ ભીમણી, વલમજીભાઈ ભીમણી અને દિનેશભાઇ પંડયાએ જણાવ્યું હતું કે 26 વિધા જમીનમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વાહનોના પાર્કિગ માટે અગવડતા ન પડે તે માટે અલગથી17 વિધા જમોનમાં પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં તા.27ના રોજ લગ્નના ખોટા ખર્ચાઓ ટાળવા ભાગવત કથામાં આવતા રૂક્ષમણી વિવાહના પ્રસંગમાં આયોજક અશોકભાઈ ભીમણીના પુત્ર સિદ્ધાર્થના સાદાઈ પૂર્વક લગ્ન કરવામાં આવશે. તા.25ના રોજ રામજન્મ અને કૃષ્ણજન્મ મહોત્સવ તેમજ તા.26નારોજ ગોવર્ધન પૂજા તથા 22ના રોજ રાત્રે કાનગોપીનો કાર્યક્રમ, તા. 23ના રોજ દીકરી વ્હાલનો દરોયો, તા.24ની રાત્રે જાણીતા લોકસાહિત્યકાર અલપાબેન પટેલનો લોક ડાયરો યોજાશે.તા.22ના રોજ ભાગવત કથાના પ્રારંભે રવાપર રોડ પરથી ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ ભાગવત કથાનું સી.ટી.વિઝન તથા લક્ષય ટી વી.ચેનલ પર લાઈવ પ્રસારણ કરાશે. દરરોજ કથા પૂર્ણ થયા બાદ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.ભાગવત કથા શ્રવણનો સમય દરરોજ  સવારે 9 થી 1   સુધીનો સમય રખાયો છે.આ ધાર્મિક કાર્યના માધ્યમથી થનાર ગૌસેવા કાર્યને સફળ બનાવવા કલ્પેશભાઈ ભીમણી મનોજભાઈ ભીમણી, ડો.ધવલભાઈ ભીમણી પી.આઈ. કેવલભાઈ ભીમણી, અરવિદભાઈ બારૈયા, રમેશભાઈ ભીમણી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ભીમણી પરિવારે આ ભાગવત કથાનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવાની અપીલ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text