મોરબીમાં શિક્ષકોના વિવિધ પ્રશ્ને જિલ્લા કલેકટરને આવેદન

- text


શિક્ષકોના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની માંગ

મોરબી : મોરબીમાં શિક્ષકોના વિવિધ પ્રશ્ને જિલ્લા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટર, શિક્ષણાધિકારી તેમજ ધારાસભ્યને આવેદન પાઠવવામાં આવ્યુ હતું. સાથે આ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે આવેદનમાં જણાવ્યું હતું કે સરકારી તથા અનુદાનિત શાળાના ફિક્સ પગારના કર્મચારીઓમાં વેતનભેદ દૂર કરવો, ૨૦૦૬ પહેલાના શિક્ષકોની સળંગ નોકરી ગણવી, ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર પહેલાની જેમજ આપવું, શિક્ષકોને કાયમી રક્ષણ આપવા સહિતની માંગ સંતોષવામા આવે.

આ આવેદનમાં પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, રાજ્ય સંઘ ના ઉપ પ્રમુખ શૈલેષભાઇ , ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનજીભાઈ કુંભરવાડીયા, મંત્રી વિશાલભાઈ ગોધાણી તેમજ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અશોક કામરીયા અને મહામંત્રી મુસ્તાક ભોરિયા સહિતના જોડાયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text