મોરબીમાં ઘડિયા લગ્નનો ટ્રેન્ડ : વધુ બે યુગલોએ ઘડિયા લગ્નથી પ્રભુતામાં પગલાં માંડ્યા

- text


ડાયમંડનગર અને શક્ત શનાળાના પરિવાર દ્વારા પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવાનો સરાહનીય નિર્ણય

મોરબી : મોરબી પંથકમાં ઘડિયા લગ્નનો ટ્રેન્ડ દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. ત્યારે વધુ બે નવદંપતિઓએ ઠાઠ અને ભપકાથી લગ્ન કરવાનો બદલે ઘડિયા લગ્ન કરીને પ્રભુતામાં પગલાં માંડ્યા છે.

મોરબીમા સામાજિક જાગૃતિ લાવવા અર્થે સેવાકાર્ય કરતી સંસ્થાઓની મહેનત અંતે ફળી રહી છે. સમાજમાં સમૂહ લગ્ન અને ઘડિયા લગ્નનો વ્યાપ વધે તે માટે અનેક સંસ્થાઓ જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહી છે. જેના પરિણામો પણ મળી રહ્યા છે. મોરબી પંથકમા આજે બે નવદંપતિઓએ ઘડિયા લગ્નથી પ્રભુતામાં પગલા માંડ્યા છે.

મોરબીના ડાયમંડનગરમા રહેતા ગણેશભાઈ બેચરભાઈ કાસુન્દ્રાની સુપુત્રી મયુરી સાથે બાદનપર નિવાસી કાંતિલાલ રાણીપાના સુપત્ર મયંકના ઘડિયા લગ્ન કરવામાં આવ્યા હતા. આ સાથે સક્ત શનાળા ગામના દિલીપભાઈ મૂળજીભાઈ અઘારાના સુપુત્ર કરણના નેસડા નિવાસી જેરાજભાઈ પરસોતમભાઈ ભિમાણીની સુપુત્રી અમીતા સાથે ઘડિયા લગ્ન કરવામાં આવ્યા હતા.

આ બન્ને પરિવારે પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરવાનો સરાહનીય નિર્ણય લઈને સમાજને પ્રેરણા પણ પુરી પાડી છે. બન્ને લગ્નમાં એક જ દિવસમાં સગાઈ અને લગ્ન વિધિ કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના ઠાઠ કે ભપકા વગર બન્ને નવયુગલોએ વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text