સોખડા નજીક શ્રમિક દંપત્તિ દાઝી ગયું

- text


અકસ્માત છે કે આપઘાતનો પ્રયાસ પોલીસે તપાસ શરૂ કરી

મોરબી : મોરબી માં સોખડા નજીક ફેક્ટરીમાં રહીને મજૂરી કરીને પોતાનું પેટ પોષતું શ્રમિક દંપત્તિ પોતાની ઓરડીમાં દાઝી જતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યું છે.

બનાવની વધુ વિગત મુજબ સોખડા નજીક સુકૂન મિનરલ્સ ફેક્ટરીમાં રહીને કામ કરતા પરપ્રાંતીય યુવાન રામબાબુ કુરમી(ઉ વ 30) અને તેની પત્ની નિર્મળાબેન કુરમી(ઉ વ 28) નામનું દંપતી પોતાની ઓરડીમાં મોડી રાત્રે દાઝી જતા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.

108ની ટીમ ઘટનાસ્થળ પર પોહચી અને દંપત્તિને મોરબી લાવ્યા બાદ હાલત ગંભીર હોવાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text