મોરબી જિલ્લાના દુષ્કાળગ્રસ્ત માળીયા, વાંકાનેર, હળવદના ખેડુતો 31મી સુધી અરજી કરી શકશે

- text


સરકારની ક્રોપ ઇનપુટ સહાયનો તમામ ખેડૂતો લાભ લઇ શકે તે માટે અરજી કરવાની તારીખ લંબાવી

મોરબી : મોરબી જિલ્લાના દુષ્કાળગ્રસ્ત માળીયા, વાંકાનેર, હળવદના ખેડૂતો સરકારની ક્રોપ ઇનપુટ સહાય મેળવવા માટે હવે 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે.આ ત્રણેય તાલુકાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો લાભ લઇ શકે તે માટે અરજી કરવાની તારીખ લંબાવી છે.

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી.ગજેરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં સમાવિષ્ટ અસરગ્રસ્ત તાલુકાઓ માટે ક્રોપ ઈનપુટ સહાય જાહેર કરી છે અને આ યોજના અન્વયે મોરબી જિલ્લાના માળીયા, વાંકાનેર, હળવદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેથી આ ત્રણેય તાલુકાના ખેડૂતો સહાય મેળવવા માટે નિયત નમૂના અરજી સાથે 7/12ના પત્રકમાં વાવેતર અંગેની નોંધ 8 અ અને બેન્ક એકાઉન્ટની વિગત સહિતના જરૂરી દસ્તાવેજો સાથે ગામના તલાટી મંત્રીને અરજી કરવા જણાવ્યું છે.જોકે પહેલા અરજી કરવાની છેલ્લી તા.15 જાન્યુઆરી હતી.તેમાં હવે લંબાવીને અરજી કરવાની છેલ્લી તા. 31 જાન્યુઆરી કરાઈ છે.તેથી હવે ખેડૂતો તા.31 જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text