મોરબી : કેનાલમાં ગરક થઈ ગયેલા યુવાનની પાંચ દિવસ બાદ લાશ મળી

- text


અંતે તંત્ર જાગ્યું : કેનાલનું પાણી બંધ કરાવીને ફાયરબ્રિગેડ સહિતના વિભાગોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલના ધસમસતા પ્રવાહમાં પાંચ દિવસ પૂર્વે એક યુવાન ગરક થઈ ગયો હતો. શરૂઆતમાં આ ઘટના બાબતે કોઈ કાર્યવાહી ન કરનાર જવાદર તંત્રે અંતે આજે જાગ્યું હતું અને આજે ફાયરબ્રિગેડના જવાનોએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં આ યુવાનનો મૃતદેહ ડેમ પાસેથી મળી આવ્યો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીના લખધીરપુર નજીક આવેલ વેટોરા વિટ્રીફાઇડ નામના એકમમા કામ કરતા પરપ્રાંતીય યુવાન નારૂ પાસુભાઈ ડામોર ઉ.વ. ૨૨ ગત રવિવારે સવારના સમયે આજ વિસ્તારમાં આવેલી એક કેનાલમાં ગરક થઈ ગયો હતો. આ યુવાન ગરક થઈ ગયો તેને આજે પાંચમો દિવસ છે. આજે ફાયરબ્રિગેડ સહિતના વિભાગોએ કેનાલનું પાણી બંધ કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં યુવાનની લાશ મચ્છુ ડેમ પાસેથી મળી આવી છે.

- text

આજરોજ યુવાનના મૃતદેહને શોધવા માટે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ફાયર વિભાગના વિનય ભટ્ટ, ભાવેશ રાઠોડ, વિજય ડાભી, સલિમભાઈ રતિલાલ , પેથાભાઈ તેમજ પિન્ટુભાઈ જોડાયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text