મોરબીમાં દેશી દારૂના જથ્થા સાથે ત્રણ અને પીધેલી હાલતમાં ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં દેશી દારૂના જથ્થા સાથે તેમજ પીધેલી હાલતમાં ત્રણ-ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત વાંકાનેર પોલીસે પણ દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત થતી વીગત મુજબ મોરબી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે જેતપર રોડ પરથી જસુ ઉર્ફે વિજલો ધર્મા અને ભરત, જીવાપરથી મિથુન ડુંગર હમીરપરા, કબીર ટેકરી પાસેથી શંકર ઉર્ફે શંકો પરસોતમ કગથરા જ્યારે પીધેલી હાલતમાં વિશિપરામાંથી અસલમ કરીમ કટિયા, રોહિદાસપરામાંથી ભાવેશ ગગુ અવાડીયા અને શનાળા રોડ પરથી મહેશ મોહન અઘારાને પોલીસે પકડી પાડ્યા હતા.

- text

આ ઉપરાંત વાંકાનેર પોલીસે પણ રાજાવડલા ગામેથી દેશી દારૂના જથ્થા સાથે સવજી મારૂ જખાનિયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text