મોરબીના રાતાભેર ગામે કાલે શુક્રવારે યુવા કોંગ્રેસનો ખેડૂતો અને યુવાનો સાથે સંવાદ

- text


ચાલો પંચાયત અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્યો આપશે હાજરી

મોરબી : મોરબીના રાતાભેર ગામે યુવા કોંગ્રેસ દ્વારા આવતીકાલે શુક્રવારે ચાલો પંચાયત અભિયાન ચલાવવામાં આવશે. જેમાં ખેડૂતો અને યુવાનો સાથે સીધો સંવાદ કરવામાં આવશે. આ તકે પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ, ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના મહામંત્રી તેમજ ધારાસભ્યો સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.

આવતીકાલે તા.૧૮ને શુક્રવાર નાં રોજ મોરબી જીલ્લાનાં રાતાભેર ગામે સાંજે ૬-૦૦ કલાકે યુવા કોંગ્રેસ દ્વારા ચાલો પંચાયત અભિયાન અંતર્ગત ખેડુતો અને યુવાનો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના મહામંત્રી સિતારામ લાંબા, જીલ્લા કોંગ્રેસ નાં પ્રમુખ અને ટંકારાનાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબી ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા વાંકાનેરનાં ઘારાસભ્ય ઝાવીદ પીરઝાદા, જીલ્લા પંચાયત પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને જીલ્લા યુવા કોંગ્રેસ પ્રભારી અમિતભાઈ પટેલ સહીતનાં તમામ આગેવાનો અને યુવા કોંગ્રેસનાં હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text