વાંકાનેરમાં ઘાયલ પક્ષીઓ માટે ખાસ કેમ્પ

- text


ઘાયલ પક્ષી જોવા મળે તો ફોન કરી જાણ કરવા અપીલ

વાંકાનેર : વાંકાનેરમાં ઉત્તરાયણ પર્વે પતંગના ધારદાર દોરાથી ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયાપ્રેમીઓ, વનવિભાગ વાંકાનેર તેમજ વન્ય પ્રાણી અભ્યારણ રામપરા સેન્ચ્યુરી આયોજિત કરૂણા અભિયાન અંતર્ગત રાઉન્ડ ધ ક્લોક કેમ્પ ચાલુ રાખવામા આવશે.

વાંકાનેરમાં જીવદયાપ્રેમીઓ ખૂબ જ જહેમત ઉઠાવી અમૂલ્ય પશુ-પંખી બચાવી રહ્યા છે આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર 9033510108 પર સતત ખડેપગે અને કાર્યરત રહેશે અને જાહેર જનતાને પણ જાગૃત બની ક્યાંય પણ ઘાયલ પશુ પક્ષી જોવા મળે તો સંસ્થાને જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text

દરવર્ષે ચીની માંઝા વાળા દોરાના કારણે અસંખ્ય પક્ષીઓ ઘવાય છે અને આપણે અબોલ જીવોના મૃત્યુનું કારણ બનીએ છીએ તો મકરસંક્રાંતિના દિવસે આપણે પતંગ ચગાવવાના ઉત્સાહમાં ધ્યાન રાખીએ કે પતંગથી કોઈ પક્ષી ઇજાગ્રસ્ત ન થાય અને જો કદાચ ઇજાગ્રસ્ત થાય તો તરત જ પક્ષીઓને બચાવવા માટે એનિમલ હેલ્પલાઈન 9033510108 ઉપર કોન્ટેક કરવા અંતમાં અનુરોધ કરાયો છે.

 

- text