મકનસર પાસે બે ટ્રક વચ્ચેના અકસ્માતને પગલે ટ્રાફિકજામ

- text


મકનસર હાઇવે પર વાહનોની કતારો લાગી

મોરબી: મોરબીના મકનસર ગામ પાસે હાઇવે પર બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો.જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.પરંતુ અકસ્માતને પગલે વાહનોની કતારો લાગતા વાહન વ્યવહાર થોડીવાર માટે અટવાઈ ગયો હતો.

- text

આ અકસ્માતની સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર ગામ નજીક બે ટ્રક સામસામાં ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે,એક ટ્રકના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.પરેતું બે ટ્રક વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો.અને હાઇવે પર વાહનોની લાઈનો લાગી હતી.જેથી થોડીવાર માટે હાઇવે પર વાહન વ્યવહાર અટકી ગયો હતો.હજુ સુધી આ બનાવની તાલુકા પોલીસમાં જાણ ન થયાનું જાણવા મળ્યું છે.

- text