મોરબી : પીપળી રોડ સિરામિક એસો.ના કેમ્પમાં ૩૧૬ બોટલ રક્ત એકત્ર કરાયું

- text


ઉધોગપતિઓ તેમજ કામદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું

મોરબી : મોરબીમાં આજે પીપળી રોડ સીરામીક એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ઉદ્યોગપતિઓ તેમજ કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડતા ૩૧૬ બોટલ રક્ત એકત્ર થયું હતું.

મોરબીના લોરેન્સ વિટ્રીફાઇડ ખાતે પીપળી રોડ સીરામીક એસોસીએશન દ્વારા આજે થલેસેમિયા દર્દીઓ તેમજ જરૂરિયાતમંદોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારધામ બ્લડબેન્ક તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં ઉદ્યોગપતિઓ તેમજ કામદારો મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા.

આ રક્તદાન કેમ્પમાં દાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરતા કુલ ૩૧૬ બોટલ રક્ત એકત્ર થવા પામ્યું હતું. હવે આ રક્ત થેલેસેમિયા દર્દીઓ તેમજ જરૂરીયાતમંદોના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે.

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text