મોરબીની એકમાત્ર 58 વર્ષ જુની ગર્લ્સ હાઈસ્કૂલને રીનોવેટ કરી મોર્ડન બનાવાશે

- text


 100થી વધુ વૃક્ષો વાવી હાઈસ્કૂલ કેમ્પસને હરિયાળું બનાવ્યું : સમગ્ર હાઈસ્કૂલ સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ: 26 રૂમોમાં ધો.9થી12ના આટર્સ કોમર્સની 2 હજાર વિદ્યાર્થીનીઓ ભણી શકે તેવી વ્યવસ્થા : રીનોવેશનનું કામ પૂર્ણતાના આરે

મોરબી : મોરબીની એકમાત્ર 58 વર્ષજુની ગ્રાન્ટેડ એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ અગાઉ ખંડેર બની ગયા બાદ આ હાઈસ્કૂલનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. હાલ આ હાઈસ્કૂલનું મોટાભાગનું રીનોવેશન કામ પૂર્ણ થઈ ગયું છે.જેમાં હાઈસ્કૂલ કેમ્પસમાં 100થી વધુ વૃક્ષો વવીને હરિયાળું બનાવ્યું છે.ઉપરાંત સી.સી.ટી.વી.કેમેરા ,કલાસરૂમ, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.26 રૂમોમાં ધો.9થી12 સુધીના આટર્સ, કોમર્સની 2 હજાર વિદ્યાર્થીનીઓ ભણી શકે તેવી વ્યવસ્થા છે.

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત વર્ષ 1961થી એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ કાર્યરત છે.પરંતુ આ હાઈસ્કૂલ ઘણા વર્ષોથી ખંડેર થઈ જતા તેની કાયાપલટ કરવા માટે રૂ .80 લાખના ખર્ચે રીનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું હતું.અને આ હાઈસ્કૂલનું રીનોવેશનનું કામ પૂર્ણતાના અરે પહોંચી ગયું છે.આ હાઈસ્કૂલનુંનું રીનોવેશનનું કેટલું કામ થયું અને વિદ્યાર્થીનીઓ માટે કેટલી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ તે અંગે પ્રિન્સિપાલ ઉષાબેન જાદવએ જણાવ્યું હતું કે.અંદાજે 5 વિધા જમીનમાં ફેલાયેલા આ ગર્લ્સ હાઈસ્કૂલ કેમ્પસમાં 100 થી વધુ વૃક્ષો વવીને હરિયાળું બનાવાયું છે.

ધો.9 થી 12 સુધીના આર્ટ્સ અને કોમર્સના અભ્યાસક્રમમાં હાલ 300 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.પરંતુ હવે 26 રૂમોમાં 2 હજાર દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં મન દઈને ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને હાઈસ્કૂલને સી.સી.ટી.વી.કેમેરાથી સુસજ્જ કરવામાં આવી છે. વિદ્યાર્થીનિઓને અભ્યાસમાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે આ એકમાત્ર ગર્લ્સ હાઈસ્કૂલ ખડેર બની જતા તથા સેલ્ફ ફાઈનાન્સ હાઈસ્કૂલો વધી જતાં અનેકેટલાક અન્ય કારણોસર વિદ્યાર્થીનિઓની ઉતરોતર સંખ્યા ઘટી ગઈ હતી.તેમજ વાલીઓ પણ ખચકાતા હતા.જો કે હાઈસ્કૂલમાં અસામજીક તત્વોનો પગપેસારો અટકાવવા ફરતે સુરક્ષિત મજબૂત દીવાલ બનાવવામાં આવી છે.આથી દીકરીઓને પૂરતું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી પર્સનલ ધ્યાન રાખવામાં આવે છે.તેમજ શિક્ષણમાં પણ અન્ય હાઈસ્કૂલ કરતા પણ 26 શિક્ષકોનો કોલીફાઇડ સ્ટાફ હોવાથી સારું શિક્ષણ આપવામાં આવે છે અને ધો.10 અને 12ની વિદ્યાર્થીનિઓને એક્સ્ટ્રા શિક્ષણ અપાઈ છે.આ ઉપરાંત લાઈબેરીમાં 5 હજાર પુસ્તકો.કોમ્યુટર લેબ.રમતગમતનું મેદાન અને સાધનોની વ્યવસ્થા કરાઈ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text