મોરબીમાં પીધેલી હાલતમાં અને દેશી દારૂના જથ્થા સાથે ચાર – ચાર ઝડપાયા

- text


માળિયા અને હળવદમા પીધેલી હાલતમાં એક-એક પકડાયા : વાંકાનેર અને હળવદમા દેશી દારૂના જથ્થા સાથે પણ એક-એક પકડાયા

મોરબી : મોરબી પોલીસે દારૂ પીને છાકટા બનતા ચાર શખ્સોને તેમજ દેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ચાર ઇસમોને પકડી પાડ્યા હતા. આ સાથે માળિયા અને હળવદમા પીધેલી હાલતમાં એક-એક જ્યારે વાંકાનેર અને હળવદમા દેશી દારૂના જથ્થા સાથે પણ એક-એક પકડાયા હતા.

- text

મોરબી પોલીસે ગઈકાલે દારૂ પીને છાંકટા બનતા તત્વો તેમજ દેશી દારૂની હેરફેર કરતા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબીના લાતી પ્લોટ પાસેથી રાજુ મોહન પઢારીયા અને નીરજ ભીખા ચાવડા, ત્રાજપર પાસેથી અજય દિનેશ અદગામા, વિશિપરા પાસેથી હરિ હેમુ ટીડાણીને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ સાથે દેશી દારૂના જથ્થા સાથે કબીર ટેકરી પાસેથી વિપુલ રમેશ અગેચણીયા, જુના જાંબુડિયામાંથી રવિ છના જોલાપરા તેમજ વિશિપરામાંથી જરીનાબેન યાસીન જેડા અને નિતા જગદીશ અગેચાને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત વાંકાનેરમાંથી રમેશ જુગા ઉડેચા, હળવદના ભલગામડામાથી રાજુ ચંદુ દેત્રોજાને દેશી દારૂના જથ્થા સાથે તેમજ માળિયા મામલતદાર કચેરી પાસેથી રફીક હાજી જામ, હળવદ રેલવે સ્ટેશન પાસેથી વિજય જગમાલ રાઠોડને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- text