મોરબીમાં સ્વાઇન ફ્લુનો ફૂફાડો : વધુ બે કેસ

- text


મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા આધેડ અને હરબાટીયાળીના આધેડને સ્વાઇન ફલૂ પોઝિટિવ

મોરબી : મોરબીમાં ઠંડી વધતા જ સ્વાઇન ફ્લુનો કહેર શરૂ થયો છે અને આજે એક ક દિવસમાં સ્વાઇન ફ્લૂના બબ્બે કેસ નોંધાતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લાંબા સમય બાદ મોરબી શહેર જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ ફુફાડો માર્યો છે ગઈકાલે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં એક સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસ આવ્યા બાદ આજે વધુ બે કેસ નોંધાયા છે.

- text

સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે મોરબીના યદુનંદન સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષીય પુરુષ અને ટંકારા તાલુકાના હરબાટીયાળી ગામે રહેતા ૫૫ વર્ષીય પુરુષને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા બન્ને દર્દીઓને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text