મોરબીના શાપર ગામે તળાવમાં અસંખ્ય માછલાના મોત

- text


તળાવમાં કેમિકલ યુકત પાણી ભળવાથી માછલના મોત થયાની ગ્રામજનોની આશંકા

મોરબી: મોરબીના શાપર ગામે આવેલા તળાવમાં અસંખ્ય માછલાંઓના મોત નિપજ્યા છે.ગ્રામજનોએ કેમિકલ યુક્ત પાણી તળાવમાં ભળવાથી માછલાંઓના મોત થયાની આશકા વ્યક્ત કરતા પ્રદૂષણ બોર્ડેએ તળાવમાંથી નમૂના લઈને તપાસ હાથ ધરી છે.

મોરબીના શાપર ગામે આવેલા તળાવમાં અસંખ્ય માછલાંઓના મોત નિપજ્યા હતા જો કે.આજે સવારે અનેક માછલાંઓ મુત હાલતમાં તરતા જોવા મળતા જીવદયાપ્રીમિઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામની આજુબાજુમાં અનેક ફેકટરીઓ આવેલી છે.આ ફેકટરીઓ કેમિકલ યુક્ત પાણી તળાવમાં ભળતા માછલાંઓના મોત થયાની આશંકા વ્યક્ત કરી હતી અને આ બનાવની પ્રદુષણ બોર્ડને જાણ કરી હતી.આ અંગે પ્રદૂષણ બોર્ડના અધિકારી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ગ્રામજનોની ફરિયાદના આધારે પ્રદુષણ બોર્ડની એક ટીમને શાપર મોકલી છે.અને શાપર ગામના તળાવમાંથી પાણીના નમૂના લઈને યોગ્ય તપાસ કરાશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text