મોરબી : સર્વોપરી સ્કૂલમાં સર્જાયો સલાડનો રસથાળ

- text


વિદ્યાર્થી ભૂલકાઓ અને સ્ટાફે માણ્યો શિયાળુ સીઝનલ કાચા શાકભાજી અને ફ્રુટનો સ્વાદ

મોરબી : વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તેમજ તેમના શરીરની તંદુરસ્તી માટે સર્વોપરી સ્કૂલમાં અનેક કાર્યક્રમો થતા હોય છે. આજ રોજ સર્વોપરી સ્કૂલના ધોરણ 1 થી 4ના સ્ટાફ તેમજ બાળકો દ્વારા શિયાળાની સિઝનના ફ્રુટ તેમજ સલાડ માટેની તમામ વસ્તુઓ પોતાના ઘેરથી લાવી શિયાળા સ્પેશિયલ ફ્રુટ તેમજ સલાડ ડિશ વડે આજના નાસ્તાનુ મેનુ બનાવ્યું હતું . બાળકોને આ રીતે આજે નેચરલ નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના નાસ્તાદ્વારા બાળપણથી જ એવો ખ્યાલ વિકસીને દ્રઢ થાય કે કાચુ એજ સાચુ. આ બધું ખાવાના ફાયદાઓ વિશે સરળ ભાષામાં વિધાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. ઘેર માતા પિતા પાસે જમવામાં બાળ હઠ કરતા ભૂલકાઓએ શિક્ષકોની સાથે કાચા શાકભાજીના ગુણ જાણી હોંશે હોંશે મસ્તીથી આરોગ્યા હતા. કુમળી વયથી એક હેલ્ધી ફૂડ હેબીટ કેળવવાના શાળાના આ સત્યું પ્રયાસને વાલીઓએ પણ આવકાર્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text