સ્વચ્છતા સર્વેક્ષણ 2019નો પ્રારંભ : કેન્દ્રની ટીમ આજે મોરબી આવશે

- text


સફાઈને લગતા 32 મુદા પર કરશે ચકાસણી : શહેરની સ્થિતિ જોતા રેટીંગ સુધારો થશે કે કેમ?

મોરબી : ભારત સરકારના સ્વચ્છતાં સર્વેક્ષણ 2019નૉ 4 જાન્યુઆરીથી પ્રારંભ થઇ ગયો છે.મોરબી પાલિકા પણ આ વર્ષે પોતાનું પ્રદર્શન સુધારવા અનેક પ્રકારની મહેનત કરી છે.આવતીકાલે સર્વેક્ષણ ટીમ મોરબી આવશે અને તેમની કામગીરી હાથ ધરશે ત્યારે પાલિકા તેની કામગીરીમાં કેટલો સુધારો કર્યો અને હજુ કેટલો કરવાની જરૂર છે તે મપાઈ જશે.

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલતા સ્વચ્છતા સર્વેક્ષણ 2019નૉ ગુરુવારથી પ્રારંભ થઇ ગયો છે. પાલિકા દ્વારા પણ આ વર્ષે પણ મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવાના દાવા કરાયા છે. જેંનાં માટે પાલિકાએ ટોઇલેટ, રીનોવેશન, રસ્તા સફાઈ, ડોર ટૂ ડોર ભીનો સૂકો કચેરો અલગ અલગ એકઠા કરવા સહિતના પગલાં ભરી તેનૉ પ્રદર્શન સુધારવાનો દાવો કરી રહી છે.સર્વેક્ષણની કામગીરીની ચકાસણી માટે કેન્દ્રની એક ટીમ આવતીકાલે મોરબી આવી પહોચશે. આ વખતે સર્વેક્ષણ રેન્કિંગ નાં બદલે સ્ટાર રેટિંગ આધારે થવા જઈ રહ્યું છે. ત્યારે આ ટીમ સૌ પ્રથમ મોરબી પાલિકાએ ટૂ સ્ટાર રેટિંગ માટે એપ્લાય કર્યું હોવાથી તે ટૂ સ્ટાર માટે લાયક છે કે કેમ તે અંગે ડોક્યુમેન્શન, શહેરમાં સફાઈને લગતી કઇ કઈ સુવિધા મળે છે. ડોર ટૂ ડોર કચરા કલેક્શન થાય છે કે કેમ ,કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ડસ્ટબીન, રાત્રી સફાઈ,સફાઈ કર્મચારીઓની સંખ્યા સહિત 32 જેટલા મુદા ધ્યાનમાં લેશે. બાદમાં સ્થળ નિરીક્ષણ કરશે. સ્વછતા એપ્લિકેશનમાં કેટલી ફરિયાદ આવે છે. કેટલા સમયમાં નિકાલ થાય છે. લોકોનો ફીડબેક વગેરે બાબતોની પણ ચકાસણી કરશે.આગામી બેથી ત્રણ દિવસ સુધી શહેરમાં રહેશે અને જરૂરી માહિતી મેળવી કેન્દ્રમાં રિપોર્ટ કરશે.

- text

સર્વેક્ષણ માટે આવતી ટીમે સ્વતંત્ર એજન્સી માંથી આવતા હોય છે. તેઓ પોતાની રીતે સર્વેક્ષણ કરે છે. પાલિકા દ્વારા ડોક્યુમેન્ટ બાબત કે અન્ય જે પણ મદદ માગે તે મદદ કરવાની હોય છે. આ ટીમ આજે અથવા આવતી કાલે પહોંચી જશે અને પોતાની રીતે સર્વે કરી રિપોર્ટ સબમિટ કરશે. પાલિકા દ્વારા સફાઈ, ડ્રેનેજ, ડોર ટૂ ડોર અને ડમ્પીગ સાઇટ માં ખાતર બનાવવાની કામગીરી સાહિતની પ્રક્રિયામાં સારું કામ કર્યું છે.અને ચાલુ વર્ષે રેટિંગ સુધારો થસે તેવી આશા તંત્ર સેવી રહ્યું છે.

એક તરફ પાલિકા સફાઈ બાબતે તમામ મોર્ચે સફળ હોવાનો દાવો કરી રહ્યુ છે. પરંતુ શહેરમાં સફાઈનાં નામે જાણે નર્યું નાટક ચાલતું હોય તેવી સ્થિતી બની ગઈ છે. શાકમાર્કેટ વિસ્તાર, શનાળા રોડ,રવાપર રોડ સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.જેલ રોડ વિસ્તાર નજીક આવેલ વણકર વાસ, રબારી વાસ ખુલ્લી ગટરથી મચ્છરોનો ત્રાસ અસહ્ય હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે શહેરમાં ઊભરાતી ગટરને કારણે રોડ પર પાણી ભરાઇ રહે છે. ત્યારે. આ સર્વેક્ષણ પૂર્વે પાલિકાની તૈયારીઓ કેટલી સફળ બને છે તે જોવું રહ્યું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text