વાંકાનેરના કેરાળા ગામે બંધ રસ્તાના મુદ્દે ઉગ્ર લડતના એંધાણ

- text


આત્મવિલોપનો પ્રયાસ કરનાર ચાર વ્યક્તિઓને પોલીસે કલમ ૧૫૧ અંતર્ગત ધરપકડ કરી મામલતદાર સમક્ષ રજૂ કરતાં મામલતદારે તેઓને જામીન નહીં આપી જેલ હવાલે કરવામાં આવતાં ગ્રામજનોમાં રોષ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે છેલ્લા બે વર્ષથી ચાલતા રસ્તાના પ્રશ્ને અંદાજિત ૨૦ ગામના લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે પરંતુ સરકારી તંત્ર દ્વારા રસ્તો ખોલવાનો કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતાં કેરાળા ગામના ન્યાય સમિતિના ચેરમેન એન.પી. સોલંકી અને અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારા તારીખ ૩/૧/૧૯ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કેરાળા ગામે બંધ કરેલ રસ્તા પર પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે સતર્કતા દાખવી આત્મવિલોપનનો પ્રયાસ કરતી વ્યક્તિઓની ધરપકડ કરી વાંકાનેર સીટી પોલીસ મથકે લઈ જવામાં આવેલ.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના એક પરિવારની અરજીના લીધે આજુબાજુના ૨૦ ગામના લોકો રસ્તો બંધ હોવાથી હેરાન છે પરંતુ અરજીકરતાના સગા પી.ડી.વાઘેલા ગુજરાત સરકારના મહત્વના હોદ્દા પર બિરાજમાન હોવાથી આ રસ્તો ખોલવામાં નથી આવતો અને પ્રજા હેરાન થઈ રહી છે.

- text

આત્મવિલોપનો પ્રયાસ કરનાર નીતીનભાઇ પી .સોલંકી, સુરેશ ગગજી ધોળકિયા, ખોરજીયા અમીન હાજી અને ધોરીયા લખમણ ધનજીભાઇને પોલીસે કલમ ૧૫૧ અંતર્ગત ધરપકડ કરી મામલતદાર સમક્ષ રજૂ કરતાં મામલતદારે તેઓને જામીન નહીં આપી જેલ હવાલે કરવામાં આવતાં ગ્રામજનોમાં રોષ ફેલાઇ ગયેલ અને વાંકાનેર મામલતદાર કચેરી પણ ૨૦ ગામના ગ્રામજનોની પીડા સમજ્યા વગર ગુજરાત સરકારના આ ઉચ્ચ અધિકારીના ઈસારે કામ કરતી હોય તેવો ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કરેલ છે.

ગ્રામજનો સાથે ચર્ચા થયે જાણવા મળેલ છે કે જો આ બંધ કરેલ રસ્તો ખોલવામાં નહિં આવે અને ગ્રામજનોને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કેરાળા અને આજુબાજુના સમગ્ર ગ્રામજનો દ્વારા આ બાબતે વધુ ઉગ્ર લડતના એંધાણ મળી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text