મોરબીમાં 27મી જાન્યુઆરીએ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન

- text


મોરબી સહિત ગુજરાત ભરના ડાન્સ સ્પર્ધકો કલાના કામણ પાથરશે

મોરબી : ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દારા આગામી 27 જાન્યુઆરીએ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી સહિત ગુજરાત ભરના ડાન્સ સ્પર્ધકો કલાના કામણ પાથરશે .

મોરબીમાં પ્રતિવર્ષ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે.જોકે આ વર્ષે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન અગાઉ અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનની નવી તારીખ ફાઇનલ રીતે જાહેર કરવામાં આવી છે.જેમાં આગામી તા.27મી જાન્યુઆરીએ રવિવારે મોરબીના ટાઉનહોલમાં સવારે 10 વાગ્યે આ સ્પર્ધા યોજાશે .અને જે સ્પર્ધકોએ ફોર્મ ભર્યા હોય તેને 10 જાન્યુઆરી સુધીમાં ઓફિસે જમા કરાવી જવા પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે મો.ને.98257 90412 ઉપર સંપર્ક કરવો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text