ક્રિકેટ એકેડમી ઓફ પઠાણની મોરબી ટીમની નેશનલ ટુર્નામેન્ટ માટે પસંદગી

- text


સ્ટેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ હવે આ ટીમ જયપુર ખાતેની ટુર્નામેન્ટમા ભાગ લેશે

મોરબી : મોરબીની ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ’સની ટીમ સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રનર્સ અપ બની છે. હવે આ ટીમ નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ રમવા જવાની છે. ત્યારે આ ટીમ પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

મોરબીમાં ધો. ૧ થી કોલેજ સુધીનું શિક્ષણ પ્રદાન કરતી જાણીતી એલિટ સ્કૂલ અને કોલેજ દ્વારા ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ’સ (કેપ) ચલાવવામાં આવે છે.જેમાં સમગ્ર ગુજરાતમાં કાર્યરત કેપ એકેડમી વચ્ચે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર દિવસની આ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવીને રનર્સ અપ રહી હતી. ઉત્તમ પ્રદર્શનના કારણે મોરબી કેપ ટીમની નેશનલ ટુર્નામેન્ટમા પસંદગી કરવામાં આવી છે. જેથી હવે મોરબીની ટીમ આગામી મહિને જયપુર ખાતે યોજાનાર ટુર્નામેન્ટમા રમવા માટે જશે.

- text

મોરબી કેપ ટીમની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ ક્લોલા સાહેબ દ્વારા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. કેપ દ્વારા તા. ૭ જાન્યુઆરીથી નવી બેચ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છુક ખેલાડીઓને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text