મોરબીમાં સિંહસ્થ સેના દ્વારા વિશ્વકર્મા સંસ્કૃતિક મહોત્સવ ઉજવાશે

- text


તા.6ના રોજ લુહાર સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ , સાંસ્કૃતિક કાર્યક્રમો અને અનેક વિધ સ્પર્ધાઓ યોજાશે.

મોરબી : સિંહસ્થ સેના લુહાર યુવા સમન્વય દ્વારા તા.6ના રોજ મોરબીમાં વિશ્વકર્મા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં લુહાર સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને અનેકવિધ સ્પર્ધાઓ યોજાનાર છે.

- text

સિંહસ્થ સેના લુહાર યુવા સમન્વય મોરબી દ્વારા આગામી તા 6ને રવિવારે બપોરે 3થી7 વાગ્યા દરમ્યાન લુહાર જ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજન શાળા, સત્યમ પાન વાળી શેરી , શનાળા રોડ મોરબી ખાતે દબદબાભેર વિશ્વકર્મા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લુહાર સમાજના કેજી થી ધો.12 સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાથોસાથ ધો.10 – 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને વિધાર્થી રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે. તેથી આ કાર્યક્રમનો સમગ્ર જ્ઞાતિજનોને લાભ લેવા ભાવભીનું નિમંત્રણ પાઠવાયું છે.

- text